સુરત સચીન પોલીસ મથકમાં નાસતા ફરતા આરોપી
ગુજસીટોકના ગંભીર ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપ્યો
રાજ ઉર્ફે આરપી સંજય પાટીલને ઝડપ્યો
સુરત સચીન પોલીસ મથકમાં ગુજસીટોકના ગંભીર ગુનામાં નાસતા ફરતા આરોપીને ડીસીપી ઝોન-6 ની એલસીબીની ટીમે પલસાણા ચાર રસ્તા પાસેથી ઝડપી પાડ્યો હતો.
સુરતમાં ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા અપાયેલી સુચનાને લઈ ડીસીપી ઝોન 6ની એલસીબીની ટીમ મેદાને હતી ત્યારે એલસીબી ઝોન 6ની ટીમને મળેલી બાતમીના આધારે સચીન પોલીસ મથકમાં નોંધાયેલા ગુજસીટોકના ગુનામાં નાસતા ફરતા કલમ 72 મુજબના વોરંટના આરોપી રાજ ઉર્ફે આરપી સંજય પાટીલને પલસાણા ચાર રસ્તા પાસેથી ઝડપી પાડી તેને સુરત લાવી તેનો કબ્જો સચીન પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

