Site icon hindtv.in

સુરતમાં ઓપરેશન કારાવાસ અંતર્ગત પોકસોનો આરોપી ઝડપાયો

સુરતમાં ઓપરેશન કારાવાસ અંતર્ગત પોકસોનો આરોપી ઝડપાયો
Spread the love

સુરતમાં ઓપરેશન કારાવાસ અંતર્ગત પોકસોનો આરોપી ઝડપાયો
પોકસોના ગુનામાં 20 વર્ષની સજા પામેલ આરોપી
પેરોલ રજા પછી ચાર વર્ષથી ફરાર થયેલ હતો આરોપી

ઓપરેશન કારાવાસ અંતર્ગત પોકસોના ગુનામાં 20 વર્ષની સજા પામેલો અને પેરોલ રજા પછી ચાર વર્ષથી ફરાર થયેલા આરોપીને અમરોલી પોલીસે ઝડપી પાડ્યો છે.

ગુજરાતના ડીજીપી દ્વારા ઓપરેશન કારાવાસ ચલાવવા આપેલી સુચનાને લઈ સુરત પોલીસ કમિશનર, સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર ઝોન 5 અને મદદનીશ પોલીસ કમિશનર એલ ડિવિઝનની સુચનાને લઈ પીઆઈ જેબી વનાર અને ડીકે પટેલની ટીમ પીએસઆઈ જેજી કામળીયાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો રાકેશને મળેલી બાતમીના આધારે પોક્સોના ગુનામાં 20 વર્ષની સજા પામેલો અને પેરોલ રજા પરથી છેલ્લા ચાર વર્ષથી ફરાર થયેલા પાકા કામના કેદી એવા દેવેન્દ્ર ઉર્ફે બિલ્લુ રામસ્વરૂપ ગુજ્જર મુંબઈ હોવાની માહિતી મળતા અમરોલી પોલીસે મુંબઈથી આરોપીને ઝડપી પાડી સુરત લાવી તેનો કબ્જો લાજપોર જેલને સોંપ્યો હતો.

Exit mobile version