Site icon hindtv.in

મોટા વરાછા AR મોલમાં યુવતીની છેડતી, આરોપી ઝડપાયો

મોટા વરાછા AR મોલમાં યુવતીની છેડતી, આરોપી ઝડપાયો
Spread the love

મોટા વરાછા AR મોલમાં યુવતીની છેડતી, આરોપી ઝડપાયો
CCTVના આધારે પોલીસે વિકૃત હરકત કરનારને ઝડપી પાડ્યો

સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા એઆર મોલમાં યુવતીની છેડતીનો સીસીટીવી સામે આવ્યા બાદ પોલીસે યુવતી સાથે કરવામાં આવેલી વિકૃત હરકત કરનારને સીસીટીવી કેમેરાની મદદથી ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

સુરતના મોટા વરાછાના એઆર મોલમાં યુવતીની છેડતીની ઘટના સામે આવતા ચકચાર મચી હતી. એઆર મોલમાં યુવતી સાથે એક યુવકે વિકૃત હરકત કરી હોવાના આક્ષેપ સાથે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. ઉતરાણ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે યુવકની ઓળખ કરી હતી. તપાસ કરતા આરોપી 20 વર્ષીય ભૌતિક વાઘેલા હોવાનું સામે આવ્યું હતું. ભૌતિક વાઘેલા મોટા વરાછા વિસ્તારમાં આવેલા આઈટી પાર્કમાં નોકરી કરે છે. જેથી પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી આરોપી ભૌતિક વાઘેલાને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

Exit mobile version