Site icon hindtv.in

૨૫ વર્ષથી પોલીસને થાપ આપતો ડબલ મર્ડરનો આરોપી

૨૫ વર્ષથી પોલીસને થાપ આપતો ડબલ મર્ડરનો આરોપી
Spread the love

૨૫ વર્ષથી પોલીસને થાપ આપતો ડબલ મર્ડરનો આરોપી
ઉત્તર પ્રદેશથી તાપી પોલીસની મોટી સફળતા

તાપી જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પગલે નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ ડ્રાઈવના આદેશ આપવામાં આવ્યા હતા. જે અંતર્ગત તાપી LCB અને પેરોલ-ફર્લો સ્ક્વોડની ટીમે ૨૫ વર્ષ

પહેલાં થયેલા ચકચારી ડબલ મર્ડર અને ધાડના ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપીને ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ ખાતેથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. ​શું હતી ૨૫ વર્ષ જૂની ઘટના? માર્ચ-૨૦૦૦ માં આરોપીઓએ એક સુનિયોજિત કાવતરું રચ્યું હતું. કીમ ચાર રસ્તાથી યાર્નના ૧૨૬ કાર્ટૂન ભરેલી ટ્રકમાં આરોપીઓ મુસાફર તરીકે બેઠા હતા. વાલોડ નજીક આરોપીઓએ ટ્રકના ડ્રાઈવર પરસરામ યાદવ અને ક્લીનર નનકન યાદવની કેબલ વડે ગળે ફાંસો આપી નિર્મમ હત્યા કરી હતી. હત્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે ક્લીનરની લાશ પર ટ્રકનું વ્હીલ ફેરવી લાશને માંડવી પોલીસ સ્ટેશનની હદમાં ફેંકી દીધી હતી, જ્યારે ડ્રાઈવરની લાશને વાલોડની હદમાં નાખી દીધી હતી. આરોપીઓ રૂ. ૭,૦૦,૦૦૦ની કિંમતના યાર્ન ભરેલી ટ્રક લૂંટી ફરાર થઈ ગયા હતા. વેશ પલટો કરીને પોલીસને હંફાવતો હતો આરોપી પકડાયેલ આરોપી ગીરીશચંદ્ર ઉર્ફે લલ્લુ શિવસહાય મિશ્રા (રહે. ઉત્તર પ્રદેશ) છેલ્લા અઢી દાયકાથી પોલીસ પકડથી દૂર હતો. એસ.પી. સાહેબના જણાવ્યા મુજબ: આરોપી સતત વેશ પલટો કરતો હતો અને વાળ-દાઢી વધારી પોતાની ઓળખ છુપાવી રહ્યો હતો. પોલીસ ટ્રેક ન કરે તે માટે તે મોબાઈલ ફોનનો ઉપયોગ સુધ્ધાં કરતો ન હતો. ​

પોલીસ ઓપરેશન તાપી LCB પી.આઈ. ડી.એસ.ગોહિલ અને પેરોલ-ફર્લો સ્ક્વોડના પી.આઈ. જે.બી.આહિરના સીધા માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. ધર્મેશભાઈ અને પો.કો. રોનકભાઈની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીનું લોકેશન ટ્રેસ કર્યું હતું. પોલીસની ટીમે ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના હરનાહપુર ખાતેથી આરોપીને દબોચી લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ગુનામાં સંડોવાયેલ અન્ય એક આરોપી શમશેરઅલી અગાઉ પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. હાલમાં ઝડપાયેલા આરોપીને વાલોડ પોલીસને સોંપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Exit mobile version