સુરત ડિંડોલી પોલીસ મથકમાં નોંધાયેલા હત્યાના ગુના ફરાર આરોપી
વચગાળાના જામીન મેળવી છ માસથી ફરાર હતો આરોપી
ડીસીબીએ હત્યારા મુનીર બિસ્મીલ્લાહ મન્સુરીને ઝડપી પાડ્યો
સુરત ડિંડોલી પોલીસ મથકમાં નોંધાયેલા હત્યાના ગુનામાં સંડોવાયેલો અને વચગાળાના જામીન મેળવી છ માસથી ફરાર થયેલા આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા મેદાને છે ત્યારે એન્ટી એક્ષ્ટોર્શન સ્કોડના ઈન્સ્પેક્ટર તથા ટીમના માણસોએ ડિંડોલી પોલીસ મથકમાં હત્યાના ગંભીર ગુનામાં ઝડપાયા બાદ જેલમાં રહી ત્યાંથી છ મહિના પહેલા વચગાળાના જામીન લઈ ભાગી છુટેલા આરોપી એવા હત્યારા મુનીર બિસ્મીલ્લાહ મન્સુરીને ઝડપી પાડ્યો હતો અને તેનો કબ્જો લાજપોર જેલને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

