સુરતમાં કલમ 138 મુજબના કેસમાં સજા પામેલા આરોપી
આરોપીને ભાવનગરથી સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો
આરોપી ભરત ધામેલીયાની સજા વોરંટની બજવણી
નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબના કેસમાં સજા પામેલા આરોપીને ભાવનગરથી સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે.
સુરત કોર્ટ દ્વારા ક્રિમીનલ કેસમાં નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબના કેસમાં આરોપી મુળ ભાવનગરના અને કાળીયાબીડનો અને હાલ ભાવનગરના સિહોર ખાતે રહેતા ભરત ધીરજ ધામેલીયાને છ માસની સાદી કેદની સજા તથા રોકડ દંડની સજાનો હુકમ કર્યો હતો. જો કે આરોપી ભરત ધામેલીયા પોતાની સજા વોરંટની બજવણી ટાળવા પોતાનુ રહેઠાણ બદલતો હોય જેથી કોર્ટ દ્વારા આરોપી ભરત ધામેલીયાની સજા વોરંટની બજવણી થવા સારૂ ક્રાઈમ બ્રાન્ચને જાણ કરતા ક્રાઈમ બ્રાન્ચે ભાવનગર ખાતે જઈ ત્યાંથી આરોપી ભરત ધામેલીયાને ઝડપી પાડી સુરત લાવી તેનો કબ્જો લાજપોર મધ્યસ્થ જેલને આપવાની તજવીજ હાથ ધરી હતી.

