Site icon hindtv.in

વડોદરા પાણીગેટ પોલીસ સ્ટેશનમાં આરોપીએ કર્યો આપઘાત

વડોદરા  પાણીગેટ પોલીસ સ્ટેશનમાં આરોપીએ કર્યો આપઘાત
Spread the love

વડોદરા પાણીગેટ પોલીસ સ્ટેશનમાં આરોપીએ કર્યો આપઘાત
જેલમાં બંધ આરોપીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
આપઘાત કે શંકાસ્પદ મૌતને પગલે પરિવારે પોલીસ સામે આક્ષેપ કર્યા

વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશનના લોકઅપના ટોઇલેટમાં આરોપીએ હૂડીની દોરીને બારી સાથે બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેતા પરિવારે પોલીસ સામે આક્ષેપ કર્યા છે. હાલ પોલીસે મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો છે

વડોદરા જીવનનગર વુડાના મકાનમાં રહેતા રમેશ વસાવા નામના શખસની પત્નીએ તેના વિરુદ્ધ ગઈકાલે 20 જાન્યુઆરીએ અરજી કરી હતી, પત્ની સાથે બોલાચાલી કરી માર મારવાના આક્ષેપ હેઠળ પોલીસ દ્વારા રમેશ વસાવાની અટકાયત કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે પોલીસે કલમ BNS 176 મુજબ કાર્યવાહી હાથ ધરી. આજે 21 જાન્યુઆરીએ વહેલી સવારે 4 આરોપી લોકઅપમાં સૂતા હતા, ત્યારે રમેશ ઊઠી ગયો હતો અને 6.43 વાગે રમેશ વસાવા ટોઇલેટમાં ગયો હતો અને ફાંસો ખાવા માટે બારી સાથે સ્વેટરની દોરી બાંધીને 6.48 વાગ્યે બહાર આવ્યો હતો. ફરી 6.49 વાગ્યે તે ટોઇલેટમાં ગયો હતો, જ્યાં તેણે આપઘાત કરી લીધો હતો. હાલમાં પાણીગેટ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

વકીલ જિતેન્દ્ર ચાંદવાનીએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ અને કાયદાના સ્પષ્ટ નિર્દેશો છે કે જ્યારે ફેમિલી મેટર્સ, બિઝનેસ મેટર્સ કે આવા અન્ય સિવિલ પ્રકારના કિસ્સાઓ હોય, ત્યારે સૌથી પહેલા પ્રાથમિક તપાસ થવી જોઈએ. જો તપાસમાં કોઈ કોગ્નિઝેબલ ગુનો જણાય તો જ FIR નોંધીને ધરપકડ કરી શકાય. કૌટુંબિક બાબતોમાં સીધેસીધી ધરપકડ કે અટકાયત કરવી ગેરકાયદે છે. ગઈકાલે પોલીસ દ્વારા આરોપીને ‘પટ્ટે-પટ્ટે’ માર મારવામાં આવ્યોના પરિવારના આક્ષેપ પર DCP એ જણાવ્યું હતું કે હાલમાં SDM સાહેબ અને ACP સાહેબની હાજરીમાં શરીરનું પંચનામું થઈ રહ્યું છે. જો કોઈપણ પ્રકારના મારનાં નિશાન હશે તો એ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં અને તપાસમાં સામે આવશે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version