ભાવનગર જિલ્લામાં સગીરાના અપહરણના કેસમાં આરોપીની ધરપકડ કરી
સગીરાને શોધી તેના પરિવારજનોને પરત સોંપાઈ
સગીરાના અપહરણના કેસમાં આરોપીની ધરપકડ કરી પોલીસે સગીરાને પરિવારને સોંપી આપી, ભાવનગર જિલ્લામાં સગીરાઓ અને મહિલાઓને શોધી પરત લાવવા માટે હાથ ધરાયેલા ‘ઓપરેશન સીતા’ અંતર્ગત ગંગાજળિયા પોલીસે સગીરાના અપહરણના કેસમાં એક આરોપીની ધરપકડ કરી સગીરાને શોધી તેના પરિવારજનોને પરત સોંપી હોવાની માહિતી પોલીસ દ્વારા આપવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર 22 સપ્ટેમ્બરના રોજ ભાવનગરના અધેવાડા વિસ્તારમાં રહેતી એક સગીરાને લલચાવી-ફોસલાવી લઈ જવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદમાં સગીરાને તેની ઉંમર અંગે જાણ હોવા છતાં શારીરિક અડપલાં કરવા તથા દુષ્કર્મના ઈરાદે લઈ જવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ મામલે ભરતનગર પોલીસ સ્ટેશનમાં પોક્સો સહીતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. કેસની તપાસ ગંગાજળિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી. ચૌહાણને સોંપવામાં આવી હતી..

