Site icon hindtv.in

સુરત વરાછા પોલીસ મથકમાં હથિયારના ગુનામાં નાસતા ફરતા આરોપી

સુરત વરાછા પોલીસ મથકમાં હથિયારના ગુનામાં નાસતા ફરતા આરોપી
Spread the love

સુરત વરાછા પોલીસ મથકમાં હથિયારના ગુનામાં નાસતા ફરતા આરોપી
21 વર્ષથી હથિયાર સાથે મારામારીના ગુનામાં નાસતા ફરતા આરોપીઓ
સંતોષ રાજબહારુ યાદવ અને સંતોષ ઉર્ફે શિયુ યાદવને ઝડપ્યા

સુરત વરાછા પોલીસ મથકમાં 21 વર્ષથી હથિયાર સાથે મારામારીના ગુનામાં નાસતા ફરતા આરોપીઓને એસઓજીએ યુપીથી ઝડપી પાડ્યા છે.

સુરત પોલીસ કમિશનર દ્વારા આપેલા આદેશને લઈ એસઓજીના ડીસીપી રાજદિપસિંહ નકુમની સુચનાને લઈ પીઆઈ એપી ચૌધરીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હેકો રાકેશ અને રામજીને મળેલી બાતમીના આધારે એસઓજીની ટીમે યુપી ખાતે જઈ પ્રયાગરાજમાંથી 21 વર્ષ પહેલા વરાછા પોલીસ મથકમાં નોંધાયેલા હથિયાર સાથે મારામારીના ગુનામાં વોન્ટેડ બે આરોપીઓ સંતોષ રાજબહારુ યાદવ અને સંતોષ ઉર્ફે શિયુ યાદવને ઝડપી પાડી સુરત લાવી તેઓનો કબ્જો વરાછા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Exit mobile version