સુરતમાં 18 વર્ષથી લાખોની કાપડ ઠગાઈના ગુનામાં ફરાર આરોપી
સલાબતપુરા પોલીસ મથકમાં નાસતા ફરતા આરોપીને ઝડપ્યો
લલીત ગૌરીશંકર દવેઉર્ફે શર્માને રેલ્વે સ્ટેશન વિસ્તારમાંથી ઝડપ્યો
સુરતમાં 18 વર્ષથી લાખોની કાપડ ઠગાઈના ગુનામાં સલાબતપુરા પોલીસ મથકમાં નાસતા ફરતા આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.
સુરત શહેર વિશ્વભરમાં ટેક્ષ્ટાઈલ અને કાપડ માર્કેટમાં સારી નામના ધરાવતુ શહેરછે જેમાં ઘણા લેભાગ ઠગો લાખો અને કરોડોની ઠગાઈ આચરતા હોય છે ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચ આવા ઠગોને ઝડપી પાડવા મેદાનેછે ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચની વાહન ચોરી સ્કોડની ટીમે બાતમીના આધારે લાખો રૂપિયાના કાપડ ચીટીંગના ગુનામાં 18 વર્ષથી નાસતા ફરતા આરોપી એવા લલીત ગૌરીશંકર દવેઉર્ફે શર્માને રેલ્વે સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. તો ઝડપાયેલા આરોપી વિરૂદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં વર્ષ 2008 અને વર્ષ 2017માં તથા ખટોદરા પોલીસ મથકમાં વર્ષ 2024-25માં લાખોની ઠગાઈની ફરિયાદ નોંધાઈ હોય હાલ સલાબતપુરા પોલીસને આરોપીનો કબ્જો સોંપવાની તજવીજ હાથ ધરાઈ છે.

