Site icon hindtv.in

સુરતમાં અકસ્માત મોતનો કેસ બે વર્ષ બાદ પલટાયો

સુરતમાં અકસ્માત મોતનો કેસ બે વર્ષ બાદ પલટાયો!
Spread the love

સુરતમાં અકસ્માત મોતનો કેસ બે વર્ષ બાદ પલટાયો
સગીરાના મોતની તપાસમાં બળાત્કાર અને પોક્સોનો ગુનો નોંધાયો,
ડીએનએ રિપોર્ટના આધારે સાવકા પિતાની ધરપકડ!

સુરતના અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનના વર્ષ 2024ના અકસ્માત મોતના કેસમાં બે વર્ષ બાદ ચોંકાવનારો ખુલાસો થયો હોય તેમ સગીર બાળાના મોતને લઈને થયેલી તપાસમાં આ કેસ બળાત્કાર અને પોસ્કોના ગંભીર ગુનામાં પલટાયો છે. ડીએનએ રિપોર્ટના આધારે પોલીસે સગીરાના સાવકા પિતાની ધરપકડ કરી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

સુરતની અઠવા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વર્ષ 2024માં 13 વર્ષ 6 મહિનાની સગીર બાળાનું અચાનક મોત થયું હતું અને શરૂઆતમાં અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો નોંધાયો હતો. મૃત્યુ બાદ કરવામાં આવેલા પોસ્ટમોર્ટમ અને એફએસએલ તપાસમાં સગીરાના શરીર પર ઈજાના નિશાન તેમજ ગુપ્ત ભાગે બળજબરીપૂર્વક શારીરિક સંબંધના નિશાન હોવાની વિગતો સામે આવી હતી. લાંબા અંતરાલ બાદ મળેલા ફાઇનલ કોઝ ઓફ ડેથ સર્ટિફિકેટના આધારે પોલીસે અકસ્માત મોતના કેસને બળાત્કાર અને પોક્સોના ગુનામાં ફેરવ્યો હતો. પોલીસે જૂના કેસ પેપરોનો અભ્યાસ કર્યો, સગીરા જ્યાં ભણતી હતી અને પરિવાર જ્યાં-જ્યાં રહેતો હતો ત્યાં તપાસ કરી અને સાક્ષીઓના નિવેદનો લીધા. તપાસ દરમિયાન સગીરાના સાવકા પિતા પર શંકા મજબૂત બની હતી. ત્યારબાદ સાવકા પિતાના ડીએનએ સેમ્પલને એફએસએલમાં મોકલવામાં આવ્યા હતાં. 8 સપ્ટેમ્બર 2026ના રોજ મળેલા ડીએનએ રિપોર્ટમાં સગીરાના ગુપ્ત ભાગમાંથી મળેલા માનવ વીર્યના અવશેષોનું ડીએનએ આરોપીના ડીએનએ સાથે સંપૂર્ણપણે મેચ થયું હોવાનું પોલીસે જણાવ્યુ હતું. ડીએનએ રિપોર્ટ સામે આવ્યા બાદ અઠવાલાઇન્સ પોલીસે 45 વર્ષીય સાવકા પિતા બાલકુમાર ઉર્ફે કુમારરાઈ બુદ્ધિમાન રાઈને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version