Site icon hindtv.in

સુરત: અલથાણમાં સોલાર પેનલ સાફ કરવા ગયેલા ડોક્ટર સાથે દુર્ઘટના

સુરત: અલથાણમાં સોલાર પેનલ સાફ કરવા ગયેલા ડોક્ટર સાથે દુર્ઘટના
Spread the love

સુરત: અલથાણમાં સોલાર પેનલ સાફ કરવા ગયેલા ડોક્ટર સાથે દુર્ઘટના
પગ લપસતાં ડોક્ટર ટેરેસ પરથી નીચે પ્લોટમાં પટકાયા
ગંભીર રીતે ઈજાગ્રસ્ત ડોક્ટરને હોસ્પિટલમાં ખસેડાયા

સુરતના અલથાણ વિસ્તારમાં સોલાર પેનલની સફાઈ કરવા ગયેલા ડોક્ટર સાથે અકસ્માત સર્જાયો છે. પગ લપસતા ડોક્ટર ટેરેસ પરથી નીચે ખુલ્લા પ્લોટમાં પટકાતા ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલે ખસેડાયા હતાં.

સુરતના અલથાણ ગાર્ડન નજીક આવેલા પુરુષોત્તમ નગરમાં ઘર નંબર 1/26 પર ડોક્ટર સ્નેહલ મહાલા સોલાર પેનલની સફાઈ કરી રહ્યા હતા. દરમિયાન અચાનક પગ લપસતા તેઓ ટેરેસ પરથી નીચે આવેલા ખુલ્લા પ્લોટમાં પટકાયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી. ખુલ્લા પ્લોટનો દરવાજો તોડીને ફાયર વિભાગે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતુ અને ઈજાગ્રસ્ત ડોક્ટરને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલે અલથાણ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version