Site icon hindtv.in

સુરત જિલ્લાના પલસાણા કડોદરા રોડ પર અકસ્માત

સુરત જિલ્લાના પલસાણા કડોદરા રોડ પર અકસ્માત
Spread the love

સુરત જિલ્લાના પલસાણા કડોદરા રોડ પર અકસ્માત
રિલીફ હોટલ સામે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે મહિલાનુ મોત
ઈજાગ્રસ્તને સુરત સિવિલમાં ખસેડાયો

સુરત જિલ્લાના પલસાણા કડોદરા રોડ પર રિલીફ હોટલ સામે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે મહિલાનુ મોત નિપજ્યુ હતું. જ્યારે ઈજાગ્રસ્તને સુરત સિવિલમાં ખસેડાયો હતો.

સુરત પલસાણા કડોદરા રોડ પર રિલીફ હોટલ સામે અકસ્માત સર્જાયો હતો. અમદાવાદ મુંબઈ હાઈવે પર આવેલ રિલીફ હોટલ સામે એક રિક્ષામાં 6 લોકો સવાર હતા રિક્ષાને જેને અજાણ્યા વાહને પાછળથી જોરદાર ટક્કર મારતા સર્જાયેલા ભયંકર અકસ્માતમાં રિક્ષાના ભૂકા નીકળી ગયા હતાં. તો અજાણ્યા વાહને રિક્ષાને અડફેટે લેતા રિક્ષામાં સવાર 6 માંથી 2 મહિલાનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ જ્યારે અન્ય ઈજાગ્રસ્તોની મદદે સ્થાનિકો દોડી આવ્યા હતા અને 2ને પલસાણાની સરકારી હોસ્પિટલ તો 1ને સુરત નવી સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતાં. તો અકસ્માતને લઈ પોલીસે સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી.

Exit mobile version