Site icon hindtv.in

સુરતમાં અકસ્માતની ઘટનાઓ વચ્ચે પાલ ઉમરા બ્રિજ પર અકસ્માત

સુરતમાં અકસ્માતની ઘટનાઓ વચ્ચે પાલ  ઉમરા બ્રિજ પર અકસ્માત
Spread the love

સુરતમાં અકસ્માતની ઘટનાઓ વચ્ચે પાલ ઉમરા બ્રિજ પર અકસ્માત
કાર ચાલક ડો. વિરલકાંત નલિનકાંત ચૌધરીએ અકસ્માત સર્જ્યો
પાંચ લોકોને અડફેટે લેતા હોસ્પિટલે ખસેડાયા

સુરતમાં અકસ્માતની ઘટનાઓ વચ્ચે પાલ ઉમરા બ્રિજ પર કાર ચાલક ડોક્ટરે અકસ્માત સર્જ્યો હતો જેમાં પાંચ લોકોને અડફેટે લેતા હોસ્પિટલે ખસેડાયા હતાં.

સુરતના પાલ ઉમરા બ્રિજ પર મોડીરાત્રે કાર અકસ્માતની ઘટના સામે આવી હતી. હોન્ડા કંપનીની ડબ્લ્યુઆર વી કારના ચાલક ડો. વિરલકાંત નલિનકાંત ચૌધરી ડોક્ટર સુદીપ હોસ્પિટલમાં દર્દીની સર્જરી માટે ગયા હતા અને ત્યાંથી રાત્રે 11 વાગ્યે આસપાસ પરત ઘરે ફરતા હતા ત્યારે અચાનક તેઓની કારથી અકસ્માત સર્જાયો હતો. પાલનો બ્રિજ ઉતરતા જ એક્સીલિટર પર પગ મુકાયો અને ઝોખુ આવી ગયુ હોવાનુ ડોક્ટરે રટણ કર્યુ હોય અકસ્માતમાં પાંચ લોકોને ઈજાઓ પહોંચી હતી. જેમાં હિમ્મત બોરીચાને વેસુની હોસ્પિટલમાં, ભાવીકા ચુડાસમા અને પ્રકાશસિંહને સિવિલમાં તથા પારૂલબેન અને મનીષાબેનને પાલની હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જો કે સદનસીબે અકસ્માતમાં કોઈને ગંભીર ઈજાઓ ન થઈ હોય હાશકારો અનુભવાયો હતો. જ્યારે હાલ પોલીસે અકસ્માતની ઘટનાને લઈ તપાસ હાથ ધરી છે.

Exit mobile version