સુરતમાં હજીરા હાઈવે પર અકસ્માત
કાર ચાલકને ઈજાઓ પહોંચી
બુલેરો ગાડીના ડ્રાઈવરને ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડાયો
સુરતમાં અકસ્માતની વધી રહેલી ઘટનાઓ વચ્ચે હજીરા હાઈવે પર અકસ્માત સર્જાયો હતો જેમાં કાર ચાલકને ઈજાઓ પહોંચી હતી.
સુરતમાં રોજેરોજ અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હજીરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બુલેરો ગાડીના ડ્રાઈવરને ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો. તો અકસ્માતની ઘટનાને લઈ ટ્રાફિક જામ થતા પોલીસ પણ દોડી ગઈ હતી. અને કામગીરી હાથ ધરી હતી.

