સુરતના લસકાણા પોલીસ સ્ટેશન નજીક અકસ્માત
બીઆરટીએસ બસ અને ખાનગી એમ્બ્યુલન્સ વચ્ચે અકસ્માત
સદનસીબે એમ્બ્યુલન્સમાં દર્દી ન હોવાથી મોટી દુર્ઘટના ટળી
સુરતના લસકાણા પોલીસ સ્ટેશન નજીક બીઆરટીએસ બસ અને ખાનગી એમ્બ્યુલન્સ વચ્ચે અકસ્માત સર્જાતા થોડા સમય માટે ટ્રાફિક પ્રભાવિત થયો હતો જો કે સદનસીબે એમ્બ્યુલન્સમાં દર્દી ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.
સુરતના લસકાણા પોલીસ સ્ટેશન નજીક આજે બીઆરટીએસ બસ અને ખાનગી એમ્બ્યુલન્સ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી અને એમ્બ્યુલન્સમાં દર્દી ન હોવાથી મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. ઘટનાના કારણે થોડા સમય માટે ટ્રાફિક પર અસર જોવા મળી હતી. ઘટનાએ ફરી એકવાર બીઆરટીએસ બસોની બેદરકારીભરી ડ્રાઈવિંગ અંગે ચર્ચા જગાવી છે અને સ્થાનિકો કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.

