સુરતના ભેસ્તાન ઓવરબ્રિજ પાસે અકસ્માત
મોડીરાત્રે બે ફોરવીલર ગાડીઓ વચ્ચે અકસ્માત
મર્સિડીઝ કાર અને વરના વાહન વચ્ચે જોરદાર ટક્કર
સુરતના ભેસ્તાન ઓવરબ્રિજ પાસે મોડીરાત્રે બે ફોરવીલર ગાડીઓ વચ્ચે અકસ્માત સર્જાતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતમાં મર્સિડીઝ કાર અને વરના વાહન વચ્ચે જોરદાર ટક્કર થઈ હોવાનું સામે આવ્યું છે.
સુરતના ભેસ્તાન ઓવરબ્રિજ પાસે બે ફોરવીલર ગાડીઓ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. મર્સિડીઝ કાર અને વરના વાહન વચ્ચે ટક્કર થતાં બંને વાહનોને નુકસાન પહોંચ્યું હતું. અકસ્માત બાદ આસપાસ લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. પ્રાથમિક માહિતી મુજબ મર્સિડીઝ કારમાં બેઠેલા બે બાળકોને ઈજા પહોંચી હોવાની ચર્ચા છે. ઘટનાની જાણ થતા ભેસ્તાન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ અકસ્માત કઈ રીતે સર્જાયો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

