ભડભીડ ટોલનાકા પાસે કાર કન્ટેનર પાછળ ઘુસી જતા ગમખ્વાર અકસ્માત
દિલ્હીથી ભાવનગર પરત ફરી રહેલા ત્રણ મિત્રોના મોત
મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતથી પરિવારોમાં શોકનો માહોલ
ભાવનગર જિલ્લામાં ભડભીડ ટોલનાકા નજીક મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. દિલ્હીથી ભાવનગર પરત ફરી રહેલા ત્રણ મિત્રોની કાર કન્ટેનર ટ્રક પાછળ ઘુસી જતા ત્રણેયના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. ઘટનાએ સમગ્ર શહેરમાં શોકનો માહોલ ફેલાવ્યો છે.
ભાવનગર અમદાવાદ ટૂંકો માર્ગ ત્રણ ઘાતક અકસ્માતો માટે વર્ષોથી પંકાયેલો છે દરરોજ નાના-મોટા ગંભીર અકસ્માતો સર્જાતા રહે છે અને અવારનવાર જીવલેણ અકસ્માતમાં પણ નિર્દોષ લોકો જીવ ગુમાવે છે ત્યારે ગઈકાલે મોડી રાત્રે કંઈક આવો જ એક ગંભીર અકસ્માતમાં ત્રણ મિત્રો ના જીવ ગયા છે જેમાં સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના મિલ્ટ્રી સોસાયટીમાં રહેતા બળભદ્રસિંહ રણજીતસિંહ ચુડાસમા ઉંમર વર્ષ 48, તેમના મિત્ર વિરેન્દ્રસિંહ ગોહિલ રહે વનાળા ગામ, અને ઇન્કમટેક્સ વિભાગમાં નોકરી કરતા ઈમ્તિયાઝ હારુનભાઈ મલેક આ ત્રણેય મિત્રો ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા હોય ટ્રકની ખરીદી કરવા માટે ભાવનગરથી કાર લઈને દિલ્હી ગયા હતા જ્યાં પોતાનું કામ પૂર્ણ કરીને આ ત્રણેય મિત્રો કાર લઇ પરત ભાવનગર આવી રહ્યા હતા ત્યારે મોડી રાત્રે ભાવનગર અમદાવાદ શોર્ટ રૂટ પર ભડભીડ ટોલનાકા પાસે એક કન્ટેનર ટ્રક પાછળ ત્રણેય મિત્રોની કાર ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માત એટલો ભયાનક હતો કે પોણા ભાગની કાર કન્ટેનર ટ્રક પાછળ ઘૂસી ગઈ હતી અને કારમાં સવાર ત્રણેય મિત્રોના સ્થળ પર જ મોત થયા હતા. આ બનાવની જાણ વેળાવદર ભાલ પોલીસને થતા પોલીસ સ્ટાફનો અને હાઇવે પોલીસ ના જવાનો તુરંત સ્થળ પર પહોંચ્યા હતા અને કારમાં ફસાયેલ ત્રણેય મિત્રોના મૃતદેહને ભારે જહમતબાર બહાર કાઢી મૃતદેહોને પીએમ માટે સર્ટી હોસ્પિટલમાં મોકલી તપાસ હાથ ધરી હતી આ બનાવની જાણ મૃતકનાસંબંધીઓ તથા મિત્રોને તથા લોકોના ટોળેટોળા હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. સમગ્ર ઘટનાને પગલે ક્ષત્રિય સમાજમાં ઘેરા શોકનું મોજુ ફરી વળ્યુ છે સમગ્ર બનાવને લઈને વેળાવદર ભાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી
છે….

