સુરત પર્વત પાટીયા વિસ્તારમાં અકસ્માત
મધ્યપ્રદેશની બસ અડફટે આવેલા કેમિકલ વેપારીનુ મોત
પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી
સુરતમાં અકસ્માતની વધી રહેલી ઘટનાઓ વચ્ચે પર્વત પાટીયા વિસ્તારમાં મધ્યપ્રદેશની બસ અડફટે આવેલા કેમિકલ વેપારીનુ મોત નિપજ્યુ હતુ જે ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી.
સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. મધ્યપ્રદેશની બસની અડફેટે આવતા કેમિકલના વેપારીનું કરુણ મોત થયું છે. આ સમગ્ર ઘટનાએ શહેરમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. અકસ્માતના હચમચાવી નાખતાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં ઘટનાની ગંભીરતા સ્પષ્ટ દેખાઈ રહી છે. અકસ્માત એટલો ભયાનક હતો કે વેપારીને ગંભીર ઈજા પહોંચી હતી અને સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને બસ ચાલક સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

