Site icon hindtv.in

સુરતમાં અકસ્માતની વધી રહેલી ઘટનાઓ વચ્ચે લસકાણામાં અકસ્માત

સુરતમાં અકસ્માતની વધી રહેલી ઘટનાઓ વચ્ચે લસકાણામાં અકસ્માત
Spread the love

સુરતમાં અકસ્માતની વધી રહેલી ઘટનાઓ વચ્ચે લસકાણામાં અકસ્માત
એસટી બસના ચાલકે બીબીએની વિદ્યાર્થીનીને અડફેટે લીધી
અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે તપાસ હાથ ધરી

સુરતમાં અકસ્માતની વધી રહેલી ઘટનાઓ વચ્ચે લસકાણા વિસ્તારમાં બેફામ આવેલા એસટી બસના ચાલકે બીબીએની વિદ્યાર્થીનીને અડફેટે લઈ મોતને ઘાટ ઉતારતા કમકમાટીભર્યુ વાતાવરણ જોવા મળ્યુ હતું.

સુરતમાં ભારે વાહનના ચાલકો વારંવાર અકસ્માતની ઘટનાઓને અંજામ આપતા હોય છે ત્યારે લસકાણા વિસ્તારમાં આવેલ શ્યામધામ મંદિર પાસેથી મોપેડ પર પસાર થતી બીબીએની વિદ્યાર્થીની સ્વાતિ સોલંકીને એસટી બસના ચાલકે અડફેટે લેતા ગંભીર રીતે ઘવાયેલી સ્વાતિ સોલંકીનુ ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતું. તો અકસ્માત બાદ બસ ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. જ્યારે અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે તેના આધારે તપાસ હાથ ધરી છે.

Exit mobile version