સુરતના ભેસ્તાન ઉન વિસ્તારમાં અકસ્માત
બેફામ કાર ચાલકે અકસ્માત સર્જતા અફરા તફરીનો માહોલ
3 થી 4 વાહનોને અડફેટે લીધા હોવાનું સામે આવ્યું
સુરતના ભેસ્તાન ઉન વિસ્તારમાં રાત્રિના સમયે બેફામ કાર ચાલકે અકસ્માત સર્જતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. કાર ચાલકે વધુ ઝડપે કાર હંકારી 3 થી 4 વાહનોને અડફેટે લીધા હોવાનું સામે આવ્યું છે
અચાનક સર્જાયેલા અકસ્માતને કારણે સ્થળ પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. અકસ્માતમાં વાહનોને નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ છે કે નહીં તે અંગેની સંપૂર્ણ માહિતી હજુ સામે આવી નથી. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. પોલીસે કારચાલક સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી આગળની તપાસ હાથ ધરી છે.

