Site icon hindtv.in

મોપેડ-બાઈક વચ્ચે અકસ્માત

મોપેડ-બાઈક વચ્ચે અકસ્માત
Spread the love

મોપેડ-બાઈક વચ્ચે અકસ્માત
પાંચ દિવસ મોત સામે લડી સુરતના બેન્ક મેનેજરનું મોત
આસિસ્ટન્ટ મેનેજર 5 દિવસ મોત સામે લડ્યા

સુરતમાં માર્ગ અકસ્માતના બનાવમાં અઠવા ગેટ પાસે પાંચ દિવસ પહેલાં મોપેડને અન્ય બાઇકે ટક્કર મારતા ઈજા પામેલા બેંકના આસિસ્ટન્ટ મેનેજરનું સારવાર દરમિયાન આજે મોત થયું હતું. બેંકના આસિસ્ટન્ટ મેનેજર પાંચ દિવસ મોત સામે લડ્યા હતા અને આખરે દમ તોડી દીધો હતો.

મળતી માહિતી પ્રમાણે, નાનપુરામાં મસરત મંજીલ ખાતે રહેતા 46 વર્ષીય મુસ્તાક આલમ મોહમંદ સાકી રેતીવાલા ગત તા. 24 એપ્રિલે રાતે ધોડદોડ રોડ ખાતે કોટક બેંકથી મોપેડ પર ઘરે જવા નીકળ્યા હતા. તે સમયે અઠવા ગેટ ખાતે ચોપાટી નજીક અજાણ્યા બાઇકચાલકે મોપેડને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં મુસ્તાકને ગંભીર ઇજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. મોપેડ ચાલક મસ્તકનું સારવાર દરમિયાન આજે મોત નીપજ્યું હતું. જ્યારે તે કોટક બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા હતા તેમને સંતાનમાં એક પુત્ર છે. આ અંગે ઉમરા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 

Exit mobile version