અરેઠના તડકેશ્વર ખાતે બાઈક અને રીક્ષા વચ્ચે અકસ્માત
ઘાયલ થયેલ દિનેશભાઈ સીફા હોસ્પિટલમાં દાખલ કરાયા
સુરત જિલ્લાના તડકેશ્વર વિસ્તારમાં આજે રાત્રે લગભગ 7 વાગ્યાની આસપાસ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. તડકેશ્વર પાસે આવેલી જનરલ કંપની નજીક બાઇક અને રિક્ષા વચ્ચે ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો.
સુરત જિલ્લાના તડકેશ્વર વિસ્તારમાં અકસ્માતમાં બાઇક નંબર GJ-05-GH-6151 ધરાવતા વાહનનો સમાવેશ થયો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનામાં બાઇક ચાલક વસાવા દિનેશભાઈ ગણેશભાઈ, રહેવાસી કોલવાણ ફળીયુ, કોલવાણ, દોન્ગ્રીપડા, સુરત, ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.અકસ્માત બાદ માનવતા દાખવતા સંદેશ મંત્રના તંત્રી હુસેન ભાઈ કડીવાલા જાતે જ ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે શિફા હોસ્પિટલ લઈ ગયા હતા. હાલ શિફા હોસ્પિટલમાં તેમની સારવાર ચાલુ છે. બાઇક અને રિક્ષા વચ્ચે અકસ્માત અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સાથે જ સ્થાનિક લોકો દ્વારા આ વિસ્તારમાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયંત્રણ માટે યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ ઉઠી છે…

