Site icon hindtv.in

પંચમહાલના વેજલપુર પાસે 4 વાહનો વચ્ચે અકસ્માત.

પંચમહાલના વેજલપુર પાસે 4 વાહનો વચ્ચે અકસ્માત.
Spread the love

પંચમહાલના વેજલપુર પાસે 4 વાહનો વચ્ચે અકસ્માત.
ગોધરા-વડોદરા હાઈવે પર સર્જાયો અકસ્માત.
અકસ્માતમાં જીઆરડી જવાન સહિત 2 લોકોના કરુણ મોત

ગુજરાતના સ્ટેટ હાઈવે પર ગઈકાલની રાત કાળમુખી સાબિત થઈ છે. સાણંદ-વિરમગામ હાઈવે, ગોધરા-વડોદરા હાઈવે પર અને દાંતીવાડામાં સર્જાયેલા ત્રણ અલગ-અલગ ભીષણ અકસ્માતોમાં કુલ 6 વ્યક્તિએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે 8થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ ત્રણેય ઘટનાએ હાઈવે પરની સુરક્ષા સામે ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે.

ગુજરાતના સ્ટેટ હાઈવે પર ગઈકાલની રાત કાળમુખી સાબિત થઈ છે. એક કપચી ભરેલી ટ્રક હાઈવે પર વળાંક લઈ રહી હતી, તે દરમિયાન પુરપાટ ઝડપે આવતાં દૂધના ટેન્કર સાથે તેની ધડાકાભેર ટક્કર થઈ હતી. આ અથડામણ એટલી જોરદાર હતી કે, બાજુમાં રહેલી થાર કાર પણ તેની અડફેટે આવી ગઈ હતી. ટક્કરની ગણતરીની સેકન્ડોમાં જ ત્રણેય વાહનમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં વાહનો આગનો ગોળો બની ગયા હતા. આ દુર્ઘટનામાં થાર કારમાં સવાર વ્યક્તિ અને ટ્રકના ક્લીનરનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. સાણંદ અને વિરમગામ ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. મળતી માહિતી મુજબ, થાર કારમાં સવાર પાર્થ મનોજભાઈ કોળી પટેલનું મૃત્યુ થયું છે, જેે સાણંદના અમથાપુરાનો વતની છે. જ્યારે અન્ય મૃતક પરપ્રાંતીય છે

બીજી તરફ, પંચમહાલ જિલ્લાના વેજલપુર-ખરસલીયા ચોકડી પાસે ચાર વાહન (કન્ટેનર, આઈશર, ટ્રેલર અને વાન) વચ્ચે શૃંખલાબદ્ધ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ફરજ પર તૈનાત 32 વર્ષીય TRB જવાન જગદીશ મફતભાઈ બારિયા અને લુણાવાડાના 30 વર્ષીય વાન ચાલક અશરફ રશીદ પઠાણનું કરુણ મોત નીપજ્યું છે. લુણાવાડાનો એક જ પરિવાર વાનમાં સવાર થઈ ગોધરા તરફ જઈ રહ્યો હતો, ત્યારે આ અકસ્માત નડ્યો હતો. પરિવારના 9 સભ્ય ઇજાગ્રસ્ત થયા છે, જેમાંથી એકની હાલત ગંભીર હોવાથી વડોદરા રિફર કરવામાં આવ્યા છે. ત્રણેય ઘટનાસ્થળે સ્થાનિક પોલીસકાફલો પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માતના ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાઈવે પર સતત વધતા અકસ્માતોને કારણે વાહનચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version