Site icon hindtv.in

સુરતમાં એબીવીપીના કાર્યકરો દ્રારા બેફામ કાર હંકારી

સુરતમાં એબીવીપીના કાર્યકરો દ્રારા બેફામ કાર હંકારી
Spread the love

સુરતમાં એબીવીપીના કાર્યકરો દ્રારા બેફામ કાર હંકારી
વેસુ અલથાણ વિસ્તારમાં પરવાનગી વગર કારની રેલી કાઢી
વિડીયો વાયરલ થતા પોલીસે કાર કબ્જે લઈ તપાસ કરી

સુરતમાં એબીવીપીના કાર્યકરો દ્વારા વેસુ અલથાણ વિસ્તારમાં કારની રેલી કાઢી હોય જે વિડીયો વાયરલ થતા પોલીસે કાર કબ્જે લઈ તપાસ શરૂ કરી છે.

સુરત શહેરના વેસુ-અલથાણ વિસ્તારમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે એબીવીપી ના કાર્યકરો દ્વારા કાયદો અને વ્યવસ્થાને નેવે મૂકીને કાર રેલી કાઢવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. શિસ્તની વાતો કરતી વિદ્યાર્થી પાંખના કાર્યકરો જાહેર રોડ પર જોખમી સ્ટન્ટ્સ કરતા નજરે પડતા ચકચાર મચી ગઈ છે. વીડિયો વાયરલ થતા ભયજનક ડ્રાઇવિંગનો ગુનો દાખલ કરી ફોર્ચ્યુનર સહિત બે કાર કબ્જે કરવામાં આવી છે. અને હાલ અલથાણ પોલીસ દ્વારા એબીવીપીના કાર્યરોના નિવેદનો લેવાની શરૂઆત કરવામાં આવી હતી.

Exit mobile version