દિલ્હી ખાતે રાજકીય વિવાદ અને ન્યાયતંત્રને લઈને વિરોધ પ્રદર્શનો વચ્ચે એબીવીપી સક્રિય
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર
રાહુલ ગાંધીને પણ એબીવીપીએ નિશાન બનાવ્યા
દિલ્હીમાં ચાલી રહેલા રાજકીય વિવાદ અને ન્યાયતંત્રને લઈને થઈ રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે એબીવીપી મેદાનમાં આવી હોય તેમએબીવીપી દ્વારા કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતાં.
દિલ્હીના રાજકારણમાં ન્યાયતંત્રને લઈને વિવાદ વધુ ગરમાયો હોય તેમ કોંગ્રેસ અને રાહુલ ગાંધીના વિરોધ પ્રદર્શનોને લઈને એબીવીપીએ આક્રમક વલણ અપનાવ્યું છે. એબીવીપીએ દાવો કર્યો હતો કે દેશનું યુવાધન રાષ્ટ્રહિત, બંધારણ અને લોકશાહી સંસ્થાઓની સાથે અડગ ઊભું છે. એબીવીપીના આગેવાને વધુમાં જણાવ્યું હતુ કે રાજકીય હિતો સાધવા માટે ન્યાયતંત્ર સામે સવાલો ઉઠાવવા કે સત્તા પરિવર્તનના પ્રયાસો કરવા માત્રથી સફળતા મળવાની નથી. યુવાશક્તિ કોઈ રાજકીય પક્ષના સ્વાર્થથી નહીં, પરંતુ દેશના હિતને પ્રાથમિકતા આપીને નિર્ણય લેશે, એવો સંદેશ પણ એબીવીપી દ્વારા આપવામાં આવ્યો હતો.

