Site icon hindtv.in

9 વર્ષથી ફરાર મહિલા આરોપી સુરત પોલીસના જાળમાં

9 વર્ષથી ફરાર મહિલા આરોપી સુરત પોલીસના જાળમાં
Spread the love

9 વર્ષથી ફરાર મહિલા આરોપી સુરત પોલીસના જાળમાં
છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં વોન્ટેડ મહિલા ઝડપાઈ
રાંદેર અને ખટોદરા પોલીસના ગુનામાં મહિલા આરોપીની ધરપકડ
પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે કરી કાર્યવાહી

રાંદેર તથા ખટોદરા પોલીસ મથકમાં છેતરપિંડી તથા વિશ્વાસઘાતના ગુનાઓમાં વર્ષ 2018 થી એટલે કે 9 નવ વર્ષથી વોન્ટેડ મહિલા આરોપીને રાંદેર પોલીસે ઝડપી પાડી હતી.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર ઝાલા અને મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ પીઆઈ ટીબી પંડ્યાની ટીમ પીએસઆઈ બીજી વસાવાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ કિરીટસિંહ તથા અહેકો રહીશભાઈને મળેલી બાતમીના આધારે રાંદેર તથા ખટોદરા પોલીસ મથકમાં છેતરપિંડી તથા વિશ્વાસઘાતના ગુનામાં વર્ષ 2018થી એટલે કે 9 નવ વર્ષથી વોન્ટેડ મહિલા આરોપી હેમલતા કાળીદાસ ચૌધરીને ઝડપી પાડી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version