Site icon hindtv.in

સુરત કતારગામ પોલીસ મથકની હદમાં હત્યાનો ફરાર આરોપી

સુરત કતારગામ પોલીસ મથકની હદમાં હત્યાનો ફરાર આરોપી
Spread the love

સુરત કતારગામ પોલીસ મથકની હદમાં હત્યાનો ફરાર આરોપી
હત્યાના ગુનામાં 14 વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપ્યો
પશ્ચિમ બંગાળના મેદીનીપુર ખાતેથી શેખ બાબરઅલી ઝડપાયો

સુરત કતારગામ પોલીસ મથકની હદમાં હત્યાના ગુનામાં 14 વર્ષથી નાસતા ફરતા આરોપીને પશ્ચિમ બંગાળના મેદીનીપુર ખાતેથી નાયબ પોલીસ કમિશનર ઝોન 3ની ટીમે ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત, ખાસ પોલીસ કમિશનર જામીર દ્વારા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા આપેલી સુચનાને લઈ નાયબ પોલીસ કમિશનર રાઘવ જૈનની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીએસઆઈ એમજી ભાદરકાની ટીમના અહેકો વિકાસ, અપોકો ભરત અને પ્રદિપકુમારને મળેલી બાતમીના આધારે કતારગામ પોલીસ મથકમાં નોંધાયેલા હત્યાના ગુનામાં 14 વર્ષથી નાસતા ફરતા આરોપી શેખ બાબરઅલી ઉર્ફે એસકે બાબર શેખને પશ્ચિમ બંગાળના મેદીનીપુર ખાતેથી ઝડપી પાડી સુરત લાવી તેનો કબ્જો કતારગામ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Exit mobile version