Site icon hindtv.in

મહિધરપુરા કેસનો ફરાર આરોપી પકડાયો

મહિધરપુરા કેસનો ફરાર આરોપી પકડાયો
Spread the love

મહિધરપુરા કેસનો ફરાર આરોપી પકડાયો
16 વર્ષથી ફરાર આરોપી એલસીબીના હાથે ઝડપાયો
રાજસ્થાનનો ફરાર આરોપી મહેસાણા હાઈવે પરથી ઝડપી પડ્યો

સુરતના મહિધરપુરા પોલીસ મથકમાં નોકર ચોરીના ગુનામાં 16 વર્ષ અને 3 મહિનાથી નાસતા ફરતા આરોપીને એલસીબી ઝોન 5ની ટીમે ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત અને અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા દ્વારા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા આપેલી સુચનાને લઈ નાયબ પોલીસ કમિશનર લખધિરસિંહ ઝાલાની એલસીબી સ્કોડની ટીમે બાતમીના આધારે મહિધરપુરા પોલીસ મથકમાં 16 વર્ષ અને 3 મહિનાથી નોકર ચોરીના ગુનામાં નાસતા ફરતા સીઆરપીસી કલમ 70 મુજબ વોરન્ટના રાજસ્થાની આરોપી સોહનલાલ ઠાકરારામ બિશ્નોઈને મહેસાણા પાલનપુર હાઈવે પરથી ઝડપી પાડી સુરત લાવી તેનો કબ્જો મહિધરપુરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી. તો આ સફળ કામગીરી એલસીબી ઝોન 5ના હેકો રણજીતસિંહ, હેકો કરણસિંહ, હેકો મહાવિરસિંહ અને હેકો વિજસિંહ દ્વારા પાર પાડવામાં આવી હતી.

Exit mobile version