પોરબંદરના ગરેજ ગામના યુવકનું રૂપિયાની લેતી-દેતીમાં અપહરણ.
માણાવદરના નાનડીયા ગામથી અપહરણ કરી યુવાનને માર મરાયો.
5 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા માણાવદર પોલીસે તપાસ હાથ ધરી.
માણાવદરનાં નાનડીયા ગામેથી પોરબંદરના શખ્સનું કારમાં અપહરણ કરી 90 હજાર ટ્રાન્સફર કરાવી મુકત કર્યા બાદ ખીમાભાઈ કાનાભાઈ રાઠોડએ રૂપિયાની લેતી દેતીમાં અપહરણ કરાયાની ફરિયાદ નોંધાવી
પોરબંદરના ગરેજ ગામે રહેતા ફરીયાદી ખીમાભાઈ કાનાભાઈ રાઠોડએ આરોપી વિનોદ મોઢા પાસેથી ત્રણ વર્ષ પહેલા હાથ ઉછીના 1 લાખ લીધેલ હોય તેની ઉઘરાણી આરોપીઓ સુભાષ મેર, ભીમો સોનાના દાંત વાળો, વિનોદ મોઢા, પ્રતાપ ટીંબા અને ભાવેશ નામનો અટીંગાનો ડ્રાઈવર સહિત પાંચેય શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપી ખીમાભાઈ રાઠોડનું નાનડીયા ગામેથી અટીંગા કારમાં અપહરણ કરી સીતાણા તથા ભાથરોટ લઈ જઈ ઢોર માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી બગસરા ગામે લઈ જઈ ખીમાભાઈ પાસેથી 90,000 ખાતામાં ટ્રાન્સફર કરાવી લઈ બાંટવા અમીત પાને 3000 મુકાવી વધુ 30,000 ની માંગણી કર્યાની માણાવદર પોલીસમાં ફરીયાદ નોંધાવતા પીઆઈ ડી.આર. પારગીએ તપાસ હાથ ધરી છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

