સુરતમાં પત્નીને પાછી લાવવા સાઢુભાઈના બાળકનું અપહરણ
પોલીસે સીસીટીવીના આધારે અપહરણનો ભેદ ઉકેલી નાખ્યો
પોલીસે રિયાઝુ અબ્દુલહક મન્સુરીની ધરપકડ કરી
પત્નિ સાથેના ઝઘડામાં સમાધાન કરાવવાનુ કહી સાઢુ ભાઈના પુત્રનુ અપહરણ કરી ગયેલા યુવાનને સચીન પોલીસે ઝડપી પાડી અપહયતને મુક્ત કરાવ્યો હતો.
સુરતની સચીન પોલીસે ગત 10 ઓગષ્ટના રોજ સચીન ખાતે સુડા સેક્ટરમાં રહેતા રહીમ રઝાક મન્સુરીના ત્રણ વર્ષના બાળકનુ અપહરણ થયુ હોય જેને તેનો જ સાઢુભાઈ રીયાઝુ અબ્દુલહક મન્સુરી લઈ ગયો હોવાનુ બહાર આવતા સચીન પોલીસે ત્વરિત ટીમો બનાવી તપાસ હાથ ધરી આરોપી રિયાઝુ અબ્દુલહક મન્સુરીને ઝડપી પાડ્યો હતો. અને પુછપરછ કરતા આરોપીએ કબુલાત કરી હતી કે તેની પત્ની છ મહિના પહેલા ઝઘડો થતા પિયર ચાલી ગઈ હોય અને ફરિયાદી રહીમ મન્સુરી તેનો સાઢુભાઈ થતો હોય જેથી તેને વારંવાર પત્નિને સમજાવી પરત લાવવા કહેતો હોવા છતા મધ્યસ્થી ન કરતા તેના બાળકનુ અપહરણ કર્યુ હોવાની કબુલાત કરી હતી.

