સુરતના ભેસ્તાનમાં સગીર બાળકીનું અપહરણ
અપહરણ કેસમાં પોલીસે સફળતા મેળવી
પંજાબના જલંધરથી ઝડપી પાડી સગીર બાળકીને મુક્ત કરાવી
સુરતના ભેસ્તાનમાં સગીર બાળકીના અપહરણ કેસમાં પોલીસે સફળતા મેળવી હોય તેમ આરોપીને પંજાબના જલંધરથી ઝડપી પાડી સગીર બાળકીને મુક્ત કરાવી હતી.
સુરતની ભેસ્તાન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ 3 નવેમ્બર 2025ના રોજ એક સગીર બાળકી ઘરેથી નીકળી જતા પરિવારજનો દ્વારા અપહરણની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ મામલે ભેસ્તાન પોલીસે ભારતીય ન્યાય સંહિતા કલમ 137(2) હેઠળ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. કેસની ગંભીરતા ધ્યાનમાં લઈ ભેસ્તાન પોલીસએ ટેક્નિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સિસના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન મળેલી માહિતીના આધારે પોલીસની ટીમ પંજાબના જલંધર સુધી પહોંચી હતી. અને ત્યાંથી પોલીસે અપહરણકાર આરોપી રાહુલ રામ ઉજાગીર યાદવને ઝડપી પાડ્યો હતો. સાથે જ સગીર બાળાને આરોપીના ચુંગાલમાંથી મુક્ત કરાવી હતી. હાલ તો ભેસ્તાન પોલીસે બન્નેને સુરત લાવી આરોપીની ધરપકડ કરી હતી જ્યારે બાળાનો કબ્જો તેના પરિવારજનોને સોંપ્યો હતો.
