ભાવનગરમાં નકલી દારૂ કાંડ મામલે આપનો વિરોધ
ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીના ફોટાને સળગાવી વિરોધ
સુત્રોચાર કરી રસ્તા પર બેસી જઈ વિરોધ કરાયો
ભાવનગરમાં નકલી દારૂ કાંડ મામલે આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્ર વિરોધ કરાયો છે અને આપ દ્વારા સુત્રોચાર કરી રસ્તા પર બેસી જઈ વિરોધ કરાયો
ભાવનગરમાં નકલી દારૂકાંડમાં અસરગ્રસ્ત લોકો અંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાજા આંકડા જાહેર કરવામાં આવ્યા છે. ભાવનગર જિલ્લા કલેકટર ડો. મનીષ બંસલે નકલી દારૂકાંડને લઈને હાલની સ્થિતિ અંગે માહિતી આપી છે. જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ આ સમગ્ર કાંડમાં અત્યાર સુધીમાં કુલ 61 લોકોને અસર થઈ છે. આ ઘટનાને પગલે અસરગ્રસ્ત દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને તબીબી ટીમો દ્વારા તેમની સારવાર કરવામાં આવી રહી છે. આમ આદમી દ્વારા કલેકટર કચેરી ખાતે પ્રતીક રૂપે કલર યુક્ત પાણી ભરેલી રોયલ સ્ટેગની બોટલ અને પાણીની કોથળી પોટલીઓ સાથે પહોંચ્યા અને કલેકટર કચરી ખાતે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીના ફોટાને સળગાવી વિરોધ કરાયો છે
જોકે રોડ પર વિરોધ કરી રહેલા આમ આદમી પાર્ટીના યુવાનેતા બ્રિજરાજ સોલંકી સહિતનાઓને પોલીસે ડિટેઇન કરાયા છે. ભાવનગર નકલી દારૂકાંડમાં સત્તાવાર રીતે અત્યાર સુધીમાં 10 લોકોનાં મોત થયા હોવાનું જિલ્લા કલેકટર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડામાં જણાવાયું છે. આ ઘટનામાં હાલ કુલ 25 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સારવાર હેઠળ રહેલા દર્દીઓમાંથી 15 દર્દીઓની સ્થિતિ સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું છે. જ્યારે 5 દર્દીઓની હાલત એવી છે કે તેમને ICUમાં સારવાર આપવામાં આવી રહી છે.

