સુરતના લિંબાયતમાં આપના કાર્યકરોની અટકાયત કરાઈ
યુપીના પ્રયાગરાજમાં શંકરાચાર્ય મહારાજનું અપમાન
ભાજપ સામે ભારે સુત્રોચ્ચાર અને નારેબાજી કરાઈ
યુપીના પ્રયાગરાજમાં શંકરાચાર્ય મહારાજ સહિતના સંતોના સ્નાન કરવા પર લગાવાયેલી રોકને લઈ સુરતના લિંબાયતમાં વિરોધ કરી રહેલા આપના કાર્યકરોની અટકાયત કરાઈ હતી.
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મૌની અમાવસ્યાના દિવસે શંકારાચાર્ય મહારાજ સહિત અનેક સંતોને સ્નાન કરવા રોકવાના મામલે સુરતમાં લિંબાયત વિસ્તારમાં આમ દ્વારા ભાજપ સામે ભારે સુત્રોચ્ચાર અને નારેબાજી કરાઈ હતી. અને કહ્યુ હતુ કે પ્રયાગરાજ માં શંકરાચાર્ય આવી મુકેશ્વર આનંદ મહારાજ જોડે દુર્વ્યવહાર કરાયો હોય સંતોનું અપમાન નહીં સહે હિન્દુસ્તાનના પ્લેકાર્ડ સાથે દેખાવ કર્યો હતો. તો ધરણાં કરી રહેલા આપ પાર્ટીના નેતા અને કાર્યકરોની પોલીસે અટકાયત કરી ટીંગાટોળી કરી હતી.

