આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલ સુરતમાં
સુરતમાં સંમેલન સંબોધી ભાજપને આડે હાથ લીધી
ગોપાલ ઈટાલીયા, ચૈતર વસાવા, પ્રમુખ ઈસુદાન ગઢવી ઉપસ્થિત
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પુર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સુરતમાં સંમેલન સંબોધી ભાજપને આડે હાથ લીધી હતી. તો આ સમયે ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા, ચૈતર વસાવા, પ્રમુખ ઈસુદાન ગઢવી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતાં.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ સુરત જિલ્લાની મુલાકાતે આવ્યા હતાં. અને સુરતના ગોથાણ ગામ ખાતે આમ આદમી પાર્ટીનું બુથ ક્ષેત્રીય સંમેલનમાં અરવિંદ કેજરીવાલ ઉપસ્થિત રહ્યા હતાં. અરવિંદ કેજરીવાલ સાથે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી સહિતના નેતાઓ પણ આ ક્ષેત્રીય સંમેલનમાં હાજર રહ્યા હતાં. તો ગુજરાતમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો હોય તેમ કેજરીવાલની મુલાકાત સાથે જ આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણીલક્ષી રણનીતિના શ્રીગણેશ કરાયુ છે. રાજ્યમાંથી આવેલા કાર્યકર્તાઓ સાથે અરવિંદ કેજરીવાલે સીધો સંવાદ કર્યો હતો. તો અરવિંદ કેજરીવાલ સાથે સંવાદને લઈ કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. જ્યારે અરવિંદ કેજરીવાલ અને ગોપાલ ઈટાલીયાએ સીધા જ ભાજપ સરકાર અને અધિકારીઓ પર આકરા પ્રહારો કર્યા હતાં.
