Site icon hindtv.in

સુરતમાં આળોક અગ્રવાલની કરાયેલી હત્યા મામલો

સુરતમાં આળોક અગ્રવાલની કરાયેલી હત્યા મામલો
Spread the love

સુરતમાં આળોક અગ્રવાલની કરાયેલી હત્યા મામલો
લીંબાયત પોલીસે 3 માંથી 2 આરોપીઓને ઝડપી પાડ્યાં

સુરતના લિંબાયત વિસ્તારમાં ડુંભાલ ખાતે પોલીસના બાતમીદાર હોવાની આશંકાએ યુવાનની ઉપરાછાપરી ચપ્પુના ઘા ઝીંકી કરાયેલી ઘાત્કી હત્યા મામલે લિંબાયત પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હત્યારાઓને ઝડપી પાડ્યા હતાં.

સુરતના લીંબાયતના ડુંભાલ ફાયર સ્ટેશન પાસે આળોક અગ્રવાલની કરાયેલી હત્યા મામલે લીંબાયત પોલીસે ત્રણ માંથી બે આરોપીઓને ઝડપી પાડ્યાં છે. ઝડપાયેલા આરોપી દીપક સરજુસિંગ અને ભગવાન સવાઈએ અન્ય સાથે મળી આલોક ઝંડારામ અગ્રવાલ પર 80 સેકન્ડમાં 60 જેટલા ઘા ઝીંકી ઘાત્કી હત્યા કરી હતી. તો પોલીસ તપાસમાં સામે આવ્યુ હતુ કે મૃતક આલોક અગ્રવાલ કાપડની દલાલી સાથે સંકળાયેલો હતો. અને 10 દિવસ અગાઉ અસ્ફાક નામના ઈસમને તેણે તમાચો માર્યો હોય જેથી અસફાક પકડાયા બાદ જ આ હત્યાકાંડની હકીકત સામે આવશે તેમ છે. હાલ તો એવી પણ ચર્ચા જોવા મળી હતી કે મૃતક આલોક અગ્રવાલ પોલીસનો બાતમીદાર હતો. ત્યારે પોલીસે બે હત્યારાઓને ઝડપી પાડ્યા બાદ હવે મુખ્ય આરોપી અસ્ફાક અને ભાગી છુટેલા હત્યારા અભ્રા પકડાયા બાદ સમગ્ર હત્યાકાંડનો મામલો સામે આવશે. તો આ અંગે ડીસીપી ભગિરથસિંહ ગઢવીએ વધુ માહિતી આપી હતી.

Exit mobile version