Site icon hindtv.in

સુરત હજીરામાં ટ્રક ચાલકો બેફામ બનતા અડફેટે એક યુવકનું મોત થતા લોકોમાં રોષ.

સુરત હજીરામાં ટ્રક ચાલકો બેફામ બનતા અડફેટે એક યુવકનું મોત થતા લોકોમાં રોષ.
Spread the love

સુરત હજીરામાં ટ્રક ચાલકો બેફામ બનતા અડફેટે એક યુવકનું મોત થતા લોકોમાં રોષ.
ટાયર નીચે આવી જતાં બાઇક પર ખમણ વેચવા જતા યુવકનું મોત.

સુરતમાં રફતારના રાક્ષસોનો કહેર યથાવત હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે હજીરા વિસ્તારમાં બેફામ ટ્રક ચાલકે ખમણ વેંચવા જતા યુવાનને ટક્કર મારી કચડી નાંખતા મોત નિપજ્યુ હતું.

સુરતના હજીરા વિસ્તારમાં ફરી રફ્તારના રાક્ષસનો કહેર સામે આવ્યો છે. બાઈક પર ખમણ વેચવા જઇ રહેલા યુવકને બેફામ ટ્રક ચાલકે ટક્કર મારી કચડી માર્યો હતો. તો ગમખ્વાર અકસ્માતમાં ટાયર નીચે આવી જતા યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું. જ્યારે અકસ્માતની ઘટનાને લઈ સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. અને સ્થાનિકોએ કહ્યુ હતું કે હજીરા રોડ પર વારંવાર અકસ્માતમાં લોકો ના મોત થઈ રહ્યા છે જો કે તેમ છતા પોલીસ અને તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરાતી નથી.

Exit mobile version