સુરતમાં મોબાઈલના રૂપિયાની લેતી દેતી મામલે યુવાકની હત્યા મામલો
હત્યા કરનાર પિતા અને તેના બે પુત્રોની લિંબાયત પોલીસે ધરપકડ કરી
લિંબાયતમાં મોબાઈલના રૂપિયાની લેતી દેતી મામલે યુવાનની ચપ્પુના ઘા મારી હત્યા કરનાર પિતા અને તેના બે પુત્રોની લિંબાયત પોલીસે ધરપકડ કરી છે. તો એક પુત્ર સગીર હોવાનુ સામે આવ્યુ છે.
સુરતના લિંબાયત પોલીસ મથકની હદમાં અરબાઝખાન પઠાણની મોબાઈલના રૂપિયાની લેતી દેતી મામલે આરોપી અનવર ઉર્ફે મિસ્ત્રી હમીદ શેખએ તેના પુત્ર સોહિલ અને બાળ કિશોર સાથે મળી ચપ્પુના ઘા મારી હત્યા કરી હતી જે બનાવને લઈ લિંબાયત પોલીસે ત્વરિત ગુનો નોંધી હત્યારા પિતા-પુત્રોને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા અને ગણતરીના કલાકોમાં જ લિંબાયત પોલીસે હત્યારા અનવર ઉર્ફે મિસ્ત્રી હમીદ શેખ અને તેના પુત્ર સોહીલ તથા બાળ કિશોરને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.
