Site icon hindtv.in

સુરત મનપામાં નોકરી કરતો યુવાન વ્યાજખોરના ત્રાસથી કંટાળ્યો

સુરત મનપામાં નોકરી કરતો યુવાન વ્યાજખોરના ત્રાસથી કંટાળ્યો
Spread the love

સુરત મનપામાં નોકરી કરતો યુવાન વ્યાજખોરના ત્રાસથી કંટાળ્યો
વ્યાજખોરના ત્રાસથી કંટાળી આપઘાત કરી લેતા ચકચાર
અમરોલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા અને સુરત મનપામાં નોકરી કરતા યુવાને વ્યાજખોરના ત્રાસથી કંટાળી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

સુરત શહેરમાં વ્યાજખોર ત્રાસથી મનપાના કર્મચારીએ આપઘાત કર્યો છે. સુરતના અમરોલીમાં રહેતા 40 વર્ષીય વિનોદ જાવડે નામનનો યુવાન સુરત મહાનગર પાલિકામાં ચોથા વર્ગના કર્મચારી તરીકે ફરજ બજાવતો હતો. જેણે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. વિનોદ પર દેવુ થઈ ગયુ હતુ અને વ્યાજખોર વારંવાર ફઓન કરી તેને માનસિક ત્રાસ આપતા હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરાયો હતો. હાલ તો વ્યાજખોરોને પકડી પોલીસ તેઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરે તેવી પરિવારે માંગ કરી હતી. તો બીજી તરફ અમરોલી પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version