Site icon hindtv.in

સુરતમાં 15મા માળેથી પટકાતાં યુવકનું કમકમાટીભર્યું મોત

સુરતમાં 15મા માળેથી પટકાતાં યુવકનું કમકમાટીભર્યું મોત
Spread the love

સુરતમાં 15મા માળેથી પટકાતાં યુવકનું કમકમાટીભર્યું મોત
ધાબા પર 21 વર્ષીય યુવક સોલર પેનલ લગાવી રહ્યો હતો
15મા માળ પરથી સીધો નીચે બેઝમેન્ટમાં પટકાયો

સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા વેરીબી વિક્ટોરિયા એપાર્ટમેન્ટના 15મા માળે ધાબા પર 21 વર્ષીય યુવક સોલાર પેનલ લગાવી રહ્યો હતો. દરમિયાન તેનું નીચે પટકાતા મોત નીપજ્યું હતું. હાલ તો યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. રાંદેર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે.

સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી મુજબ મૂળ ઉત્તરાખંડ અને સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી ભાગ્યોદય સોસાયટીમાં 21 વર્ષીય રોહિત કુમાર સર્વજિત યાદવ રહેતો હતો. પરિવારમાં માતા-પિતા, એક ભાઈ અને બે બહેન છે, જે વતન ખાતે રહે છે. રોહિત સુરતમાં છેલ્લા પાંચ વર્ષથી મિત્રો સાથે રહેતો હતો. આ સાથે જ કેપી ગ્રુપની સોલાર કંપનીમાં સોલાર લગાવવાનું કામ છેલ્લા ત્રણ વર્ષથી કરતો હતો. રોહિત રાંદેર વિસ્તારમાં વેરીબી એપાર્ટમેન્ટના બી ટાવરમાં 15મા માળે કાબા પર સોલાર પેનલ ફિટિંગ કરી રહ્યો હતો. દરમિયાન અચાનક 15મા માળ પરથી સીધો નીચે બેઝમેન્ટમાં પટકાયો હતો. રોહિતનું ઘટનાસ્થળે જ કમ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા રાંદેર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ત્યારબાદ રોહિતના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. પરિવારજનોએ જણાવ્યું હતું કે, રોહિતના માતા-પિતા સહિતનો પરિવાર વતનમાં રહે છે, જેને પગલે અમદાવાદ ખાતે રહેતા માસાને જાણ થતા સુરત દોડી આવ્યા હતા. તેમને આ બાબતે વધુ કઈ જાણ ન હોવા અંગે જણાવ્યું હતું. જ્યારે આ ઘટનામાં કોઈની બેદરકારી હોય તો તે પોલીસ કાર્યવાહી કરશે તેવું જણાવ્યું હતું.

Exit mobile version