અરવલ્લી : મોડાસામાં એક યુવકની કરપીણ હત્યા
રૂપિયાની લેતી દેતી મામલે યુવકની ઘાતકી હત્યા
યુવકના માથામાં બોથડ પદાર્થ મારી હત્યા કરવામાં આવી
મોડાસા શહેર નજીક ડુઘરવાડા ચોકડી પાસે એક યુવકની હત્યા કરવામાં આવી હતી. ગેરેજમાં કામ કરતા યુવક સાથે એક શખ્સે રૂપિયાની લેતી દેતી અને બાઈકની સર્વિસ સંતોષકારક ન કરી હોવાનું કહી ઝઘડો કર્યો હતો. બાદમાં ઉશ્કેરાયેલા શખ્સે યુવકના માથામાં બોથડ પદાર્થ મારી દઈ હત્યા કરતાં પોલીસ કાફલો દોડી પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરવામાં આવી હતી
મોડાસામાં મંગળવારે બપોરે એક યુવકની કરપીણ હત્યા થઈ હતી. શહેરના ડુઘરવાડા ચોકડી ખાતે ગેરેજ ચાલવતા એક યુવક સાથે ૪ હજાર રૂપિયાની લેવડ દેવડ તેમજ બાઈકની સર્વિસ સંતોષકારક કરવામાં આવી ન હોવાનું કહી આરોપીએ ઝઘડો કર્યો હતો. બાદમાં યુવકના માથામાં બોથડ પદાર્થ મારી દેવામાં આવ્યો હતો. જેના પગલે યુવક લોહી લુહાલ હાલતમાં ફસડાઈ પડયો હતો. બનાવ બાદ આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને તાબડતોબ યુવકને સારવાર માટે ખસેડી દેવામાં આવ્યો હતો. જો કે સારવાર મળે તે પહેલાં જ યુવકનું મોત થયુ હતું. બનાવને પગલે મોડાસા ટાઉન પી. આઈ અને સ્ટાફે દોડી પહોંચી સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી હતી અને હત્યાનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી હતી. પોલીસે આરોપીઓ અશરફ અજમેરી, અજમેરી નથુ ,જાવેદનથુ, અરુણ યુસુફ સામે હત્યાનો ગુન્હો દાખલ કર્યો છે… આરોપી અશરફ અજમેરીએ મોટર સાયકલનું સ્ટીલનું જમ્પર છાતીના ભાગે મારતા જાહુલ જાકીર મુલતાની ઉંમર ૨૫ નું મોત નીપજ્યું હતું હાલ એક આરોપીની અટકાયત કરાઈ છે
