Site icon hindtv.in

ભાવનગર:આઝાદનગરમાં દારૂ વેચવાની ના પાડતા યુવાનને માર માર્યો

ભાવનગર:આઝાદનગરમાં દારૂ વેચવાની ના પાડતા યુવાનને માર માર્યો
Spread the love

ભાવનગર:આઝાદનગરમાં દારૂ વેચવાની ના પાડતા યુવાનને માર માર્યો
ચાર શખ્સોએ પાઇપ વડે હુમલો કરી હાથ-પગ ભાંગી નાખ્યા
યુવાનને જાનથી મારી નાખવાની ધમકી, પોલીસ ફરિયાદ

ભાવનગર શહેરના રામમંત્ર મંદિર વિસ્તારમાં આવેલ આઝાદનગરમાં એક શ્રમજીવી યુવાને દેશી દારૂ વેચવાની ના પાડતા ચાર શખ્સોએ યુવાન પર જીવલેણ હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર શહેરના રામમંત્ર મંદિર એરિયામાં આવેલ આઝાદનગર વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા વિજય દાના મકવાણા ઉંમર વર્ષ 28 એ હોસ્પિટલના બીછાને થી જણાવ્યું હતું કે ત્રણ શખ્સો તેને દેશી દારૂ વેચવા માટે કહેતા હોય પરંતુ તેણે આ ગેરકાનૂની કામ કરવાની ના પાડતા આ વાતને લઈને ઉશ્કેરાયેલ ચાર શખ્સોએ ઇજાગ્રસ્ત વિજય સાથે આઝાદનગર વિસ્તારમાં જ પ્રથમ ઉગ્ર ઝઘડો કરી ત્યારબાદ તેના પર પાઇપ વડે હુમલો કરી યુવાનના હાથ પગ ભાંગી નાંખી જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા આ ઘટનામાં ઇજાગ્રસ્ત વિજયને સારવાર માટે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને સમગ્ર બનાવને લઈને ઇજાગ્રસ્ત યુવાન એ હુમલાખોરો વિરુદ્ધ ભારતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે.

Exit mobile version