Site icon hindtv.in

ભીલવાડા સર્કલ વિસ્તારમાંથી યુવાનનું અપહરણ કરી ઢોરમાર માર્યો

ભીલવાડા સર્કલ વિસ્તારમાંથી યુવાનનું અપહરણ કરી ઢોરમાર માર્યો
Spread the love

ભીલવાડા સર્કલ વિસ્તારમાંથી યુવાનનું અપહરણ કરી ઢોરમાર માર્યો
ચારેય શખ્સો વિરુદ્ધ કડક કાર્યવાહી માટે કગરતી યુવાનની માતા

ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા કથળીને ખાડે ગઈ હોય એવું લાગી રહ્યું છે ત્યારે આ ભાવનગરમાં સભ્ય અને શિક્ષિત પરીવારોને રહેવું પણ જોખમ કારક લાગી રહ્યું છે ત્યારે ગત મોડીરાત્રે શિશુવિહાર વિસ્તારમાં રહેતા એક યુવાનનું ચાર શખ્સોએ બળજબરીથી કારમાં અપહરણ કરી ઓફીસમાં રાખી આખીરાત ઢોરમાર મારતાં શહેરમાં મોડી રાત્રે સુરક્ષા અંગે ના સવાલો ઊભા થયા છે.

સમગ્ર રાજ્યમાં ગંભીર ગુનાખોરીમાં મોખરાનું સ્થાન મેળવવા હોડમાં લાગેલ ભાવનગરમાં પોલીસ કે સુરક્ષા વ્યવસ્થાનું કોઈ અસ્તિત્વ ન હોય એવું લાગી રહ્યું છે. નિર્દોષને રંજાડવામાં સુરી પૂરી પોલીસ અપરાધીઓ સામે થરથર કાપી રહી હોય અને ગંભીર ગુના સામે આંખ આડા કાન કરી રહી હોવાનું જોવા મળી રહ્યું છે ત્યારે શહેરના અલગ અલગ વિસ્તારોમાં મોડી રાત્રે ખાણીપીણીના નામે અસામાજિક તત્વોના અડ્ડાઓને છાવરવામાં પોલીસની ભૂંડી ભૂમિકા હોય એવું લાગી રહ્યું છે. રાત્રે નાસ્તા અને ખાણીપીણીની આડમાં ચાલતા ગેર પ્રવૃત્તિઓના ગોરખધંધાઓ બંધ કરાવવાની પ્રબળ માંગ ઉઠી છે ત્યારે ગઈકાલે રાત્રે શહેરના શિશુવિહાર વિસ્તારમાં રહેતો એક યુવાન ભીલવાડા સર્કલ વિસ્તારમાં આવેલ નોનવેજની લારીએ ગયો હોય ત્યારે ચાર શખ્સોએ બળજબરીપૂર્વક આ યુવાનનું કારમાં અપહરણ કરી મોતી તળાવ વિસ્તારમાં આવેલ કોઈ ફેક્ટરીની ઓફિસમાં લઈ જઈ આખી રાત ઢોર માર્યો હતો અને સવારે તેના ઘર પાસે ઉતારીને અપહરણકારો ફરાર થઈ ગયા હતા.

આ બનાવને પગલે ડઘાઈ ગયેલ યુવાન તેની માતાને પણ તેની સાથે બનેલી આપવીતી વર્ણવી શક્યો ન હતો ત્યારબાદ યુવાનનું શરીર જોતા તેની માતાનું તેની સાથે કંઈક અજુગતું થયાનો આવતા મહિલા યુવાનને લઈને પોલીસ મથકે પહોંચી હતી જ્યાં યુવાને પોતાની સાથે ઘટેલી ઘટના અંગે પોલીસને જણાવ્યું હતું આથી પોલીસે આ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં જવાનું કહેતા યુવાનની માતા યુવાનને લઈને સર્ટી હોસ્પિટલમાં સારવાર માટે લાવી છે આ સંદર્ભે ભોગ બનનાર યુવાનની માતાએ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પાસે ન્યાયની યાચના કરી છે અને અપરણ કરી ઢોર મારનાર ચારેય શખ્સોને જાહેરમાં સજા આપવાની માંગ કરી છે

Exit mobile version