Site icon hindtv.in

સુરતમાં ઓનલાઈન તીનપત્તિમાં 12 લાખ હારી જતા યુવક ચોરીના રવાડે ચડ્યો.

સુરતમાં ઓનલાઈન તીનપત્તિમાં 12 લાખ હારી જતા યુવક ચોરીના રવાડે ચડ્યો.
Spread the love

સુરતમાં ઓનલાઈન તીનપત્તિમાં 12 લાખ હારી જતા યુવક ચોરીના રવાડે ચડ્યો.
એસીના આઉટડોરની ચોરી કરનાર ઇસમને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો.

 

સુરતના જુદાજુદા વિસ્તારોમાં આવેલ ઓફીસ અને દુકાનોમાં લગાડેલ એસીના આઉટડોરની ચોરી કરનાર રીઢા ચોરને ઝડપી પાડી ક્રાઈમ બ્રાન્ચે 10 એસીના આઉટડોર કબ્જે કર્યા હતાં.

સુત ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે જનરલ સ્કવો4ડની ટીમે જીલાની બ્રીજ નીચે જાહેર રોડ પરથી રીઢા ચોર એવા મુળ ભાવનગરનો અને હાલ સરથાણા જકાતનાકા ખાતે રહેતા ચેતન રમેશ લખાણીને ઝડપી પાડ્યો હતો અને તેની પુછપરછ કરતા આરોપીએ કબુલાત કરી હતી કે દોઢેક વર્ષથી મોબાઈલમાં તીનપત્તીની ઓનલાઈન ગેમમાં આશરે 12 લાખ જેટલા પૈસા હારી ગયો હોવાથી છેલ્લા ત્રણેક મહિનાથી ઘરેથી નીકળી ગયો હતો અને જાહેર જગ્યાઓમાં રહેતો હતો. અને પોતાનુ ગુજરાન ચલાવવા રાત્રીનાસમયે સુરતના અલગ અલગ વિસ્તારોમાં આવેલ ઓફીસો અને દુકાનોમાંથી એસીના આઉટોડર કાઢી લઈ વેચાણ કરવા એક ગોડાઉનમાં આઉટડોર ભેગા કરતો હતો. પોલીસે આરોપી પાસેથી દોઢ લાખની કિંમતના 10 એસીના આઉટડોર કબ્જે કરી સરથાણા અને પુણા પોલીસ મથકના ચાર ગુનાના ભેદ પણ ઉકેલી કાઢ્યા છે.

Exit mobile version