Site icon hindtv.in

ભાવનગરમાં પ્રેસ રોડ પર ડંમ્પર પાછળ બુલેટ ઘૂસી જતા યુવાનનું મોત

ભાવનગરમાં પ્રેસ રોડ પર ડંમ્પર પાછળ બુલેટ ઘૂસી જતા યુવાનનું મોત
Spread the love

ભાવનગરમાં પ્રેસ રોડ પર ડંમ્પર પાછળ બુલેટ ઘૂસી જતા યુવાનનું મોત
કરચલીયાપરાના પ્રેસ રોડ પર વધતા જતા અકસ્માત
અકસ્માતના બનાવને પગલે સ્થાનિક લોકો ચિંતિત

ભાવનગર શહેરના રૂવાપરી રોડ પર રહેતો અને સીટી બસમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો યુવાન પોતાનું બુલેટ લઈને પ્રેસ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બુલેટ ચાલકે બાઈક પરનો કાબુ ગુમાવતા આ અંગે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

શહેરના કરચલીયાપરા વિસ્તારમાં આવેલ પ્રેસ રોડ વાલ્કેટ ગેટ વાળા રોડ પર દરરોજ નાના મોટા અકસ્માતો સર્જાય છે અને આવા અકસ્માતોના બનાવમાં નિર્દોષ વધતા જતા અકસ્માતના બનાવને લઈને સ્થાનિક લોકોમાં ચિંતા વ્યાપી છે અને અકસ્માતોના બનાવો અટકાવવા માટે તંત્ર પાસે માંગ કરી રહ્યા છે ત્યારે ગત રાત્રિના સમયે સર્જાયેલ અકસ્માતમાં યુવાનનું મોત થયું હતું આ અંગે જાણવા મળતી વિગતો અનુસાર શહેરના સવાપરી વિસ્તારમાં રહેતા અને સીટી બસમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતો અબ્બનબીન કરીમ ઓફથાની ઉંમર વર્ષ ૩૦ ગત મોડી રાત્રે પોતાનું બુલેટ બાઈક નંબર જીજે-૦૧-ઈપી-૦૦૩૦ નું લઈને કરચલીયાપરામાં આવેલ પ્રેસરોડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બુલેટ પરનો કાબુ ગુમાવતા રોડ સાઈડમાં પાર્ક કરેલ બંધ ડંમ્પર ટ્રક નંબર જીજે-૨૭-ટીજી-૯૪૭૭ ના પાછળના ભાગમાં ધડાકાભર ઘૂસી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બુલેટ ચાલક અબ્બનબીન ને માથામાં ગંભીર ઈજા સાથે સારવાર અર્થે સર ટી હોસ્પિટલ જ્યાં તબીબોએ તેને તપાસી મૃત જાહેર કર્યો હતો

Exit mobile version