Site icon hindtv.in

સુરતમાં ફરી એક યુવાનએ આપઘાત કરી લીધો

સુરતમાં ફરી એક યુવાનએ આપઘાત કરી લીધો
Spread the love

સુરતમાં ફરી એક યુવાનએ આપઘાત કરી લીધો
દેવું વધી જતા ડિપ્રેશનમાં આવતા સુદામે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
આપઘાતની ઘટનાને લઈ પરિવારજનો સહિતનાઓ પર આભ તુટી પડ્યુ

સુરતમાં આપઘાતના વધી રહેલા બનાવો વચ્ચે દેવુ થઈ જતા એક 29 વર્ષિય યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યુ છે.

સુરત પાંડેસરા વિસ્તારમાં આવેલ ક્રિષ્ના નગાર સોસાયટીમાં રહેતા 29 વર્ષીય વ્યક્તિએ દેવું થતા આપઘાત કર્યો હતો. 29 વર્ષીય સુદામ છેલ્લા ચાર થી પાંચ વર્ષતી મની ટ્રાન્સફરનું કામ કરતો હતો અને છેલ્લા 10 દિવસ થી તે ડિપ્રેશનમાં હતો. દેવું વધી જતા ડિપ્રેશનમાં આવતા સુદામે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું હતું. તો સુદામના આપઘાતની ઘટનાને લઈ પરિવારજનો સહિતનાઓ પર આભ તુટી પડ્યુ હતું. બનાવની જાણ થતા પોલીસે સ્થળે દોડી જઈ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Exit mobile version