Site icon hindtv.in

સુરત રેલવે સ્ટેશન પર TTE બની મુસાફરોની ટિકિટ ચેક કરતો યુવક!

સુરત રેલવે સ્ટેશન પર TTE બની મુસાફરોની ટિકિટ ચેક કરતો યુવક!
Spread the love

સુરત રેલવે સ્ટેશન પર TTE બની મુસાફરોની ટિકિટ ચેક કરતો યુવક!
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં રેલવે પોલીસ એક્શનમાં
તપાસ બાદ લિંબાયત-ઉધના વિસ્તારમાંથી યુવકને શોધી કાઢ્યો

સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે યુવકે અનોખો કારનામો કર્યો હતો. સુરત રેલવે સ્ટેશન પર ટીટીઈ જેવા કપડાં પહેરી મુસાફરોની ટિકિટ ચેક કરતા યુવકનો વીડિયો વાયરલ થતાં રેલવે પોલીસ એક્શનમાં આવી હતી અઅને તપાસ બાદ લિંબાયત-ઉધના વિસ્તારમાંથી યુવકને શોધી કાઢ્યો હતો.

સુરત રેલવે સ્ટેશન પર ટીટીઈ જેવા યુનિફોર્મમાં મુસાફરોની ટિકિટ ચેક કરતો યુવક આખરે પોલીસની પકડમાં આવ્યો છે. આરોપી સમીઉલ્લાહ શેખે 18 ઓક્ટોબરના રોજ પ્લેટફોર્મ નંબર-2 પર આ વીડિયો બનાવ્યો હતો. ત્યારબાદ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ચીલબોય 92 અને યુટ્યુબ આઈડી એટ ચીલબોય પર વીડિયો અપલોડ કર્યો હતો. 22 ઓક્ટોબરના રોજ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થવા અંગે ફરિયાદ મળતાં આરપીએફ અને સુરત જીઆરપીએ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન લિંબાયત-ઉધના વિસ્તારમાંથી સમીઉલ્લાહ શેખને શોધી કાઢવામાં આવ્યો હતો. પૂછપરછમાં આરોપીએ મનોરંજનના હેતુથી વીડિયો બનાવ્યો હોવાનું જણાવ્યું હતું. જોકે, રેલવે કર્મચારી જેવા કપડાં પહેરી મુસાફરોની ટિકિટ ચેક કરવાની હરકત બદલ તેની સામે રેલવે અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

Exit mobile version