સુરત :ભટાર રસુલાબાદમાં એક યુવાન પર તલવાર વડે હુમલો
માથામાં તથા હાથમાં ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલે ખસેડાયો
ઈજાગ્રસ્તની પત્નિએ માથાભારે આરોપીઓ સામે ગંભીર આક્ષેપો કર્યા
સુરતના ખટોદરા પોલીસ મથકની હદમાં ભટાર રસુલાબાદમાં એક યુવાન પર તલવાર વડે હુમલો કરાતા તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો.
સુરતના ખટોદરા પોલીસ મથકની હદમાં આવેલ ભટારના રસુલાબાદ ખાતે રહેતી જમીલાબાનુ શેખએ જણાવ્યુ હતુ કે તેના પતિ ઘરેથી સિગારેટ લેવા ગયા હતા તે સમયે માથાભારે અને તેમના ઘર પાસે જ રહેતા શનિ અને જાવીદ નામના ઈસમોએ તલવાર વડે હુમલો કર્યો હતો. જેમાં જમીલાબાનુના પતિને માથામાં તથા હાથમાં ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલે ખસેડાયા હતા તો ઈજાગ્રસ્તની પત્નિએ માથાભારે આરોપીઓ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા સાંભળો શુ કહે છે જમીલાબાનુ શેખ.
