Site icon hindtv.in

સુરતના ન્યુ મગદલ્લામાં એમેઝોન ડીલર યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

સુરતના ન્યુ મગદલ્લામાં એમેઝોન ડીલર યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો
Spread the love

સુરતના ન્યુ મગદલ્લામાં એમેઝોન ડીલર યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો
પત્ની પિયર ગયા બાદ યુવાને ભર્યું અતિરેક પગલું,

સુરતમાં આપઘાતની વધી રહેલી ટનાઓ વચ્ચે ન્યુ મગદલ્લા વિસ્તારમાં રહેતો અને એમેઝોન ડીલરશીપ ધરાવતા યુવાને પત્નિ પિયર જતા ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

સુરતના ન્યુ મગદલ્લા વિસ્તારમાં આવેલ સરસ્વતી વિદ્યાભવન પાછળ રહેતા અને એમેઝોનની ડીલરશીપ સાથે સંકળાયેલા 35 વર્ષીય યુવક કિરીટ દીપક પટેલે પોતાના જ ઘરના બેડરૂમમાં ફાંસો લગાવી જીવન ટૂંકાવી લીધું છે. મૃતક યુવક પોતાના પરિવાર સાથે સુખી જીવન જીવી રહ્યો હતો, પરંતુ અચાનક ભરેલા આ પગલાથી પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.

Exit mobile version