માતા સાવિત્રીબાઈ ફૂલેની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો
એકલવ્ય ટ્યુશન ક્લાસીસ ખાતે એક વિશેષ પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન
ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા અને સમાજ સુધારક માતા સાવિત્રીબાઈ ફૂલેની પુણ્યતિથિ નિમિત્તે આજરોજ સોનગઢ નગરના એકલવ્ય ટ્યુશન ક્લાસીસ ખાતે એક વિશેષ પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નગરસેવક પ્રકાશભાઈ માળી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં નગરના અગ્રણીઓ અને પદાધિકારીઓએ ઉપસ્થિત રહી સાવિત્રીબાઈ ફૂલેના સામાજિક યોગદાનને યાદ કર્યું હતું.
ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા અને સમાજ સુધારક માતા સાવિત્રીબાઈ ફૂલેની પુણ્યતિથિ નિમિત્તે કાર્યક્રમની શરૂઆત સોનગઢ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી સારિકાબેન પાટીલ અને સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ ભાવનાબેન ગામીત દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. ઉપસ્થિત મહિલા શક્તિએ સાવિત્રીબાઈ ફૂલેના સંઘર્ષ અને શિક્ષણ ક્ષેત્રે તેમના અમૂલ્ય પ્રદાન વિશે વાત કરી હતી. આ પ્રસંગે સોનગઢ નગર ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ડો. રૂપસિંગભાઈ રાજપુત, શાસક પક્ષના નેતા યોગેશભાઈ મરાઠે તથા કેબિન સમિતિના અધ્યક્ષ અને કાર્યક્રમના આયોજક પ્રકાશભાઈ માળી ઉપસ્થિત રહ્યા હતા. એકલવ્ય ટ્યુશન ક્લાસીસના સંચાલક અને સોનગઢ નગર ભાજપા ઉપપ્રમુખ શેખરભાઈ પાટીલે સૌનું સ્વાગત કર્યું હતું.
કાર્યક્રમમાં ઉપસ્થિત મંત્રી રાઘવેન્દ્રભાઈ શિંદે, કારોબારી સભ્ય હેમાંશુભાઈ દવે, રાકેશભાઈ માળી, આયુષભાઈ માળી તેમજ ભાવિક માળી સહિતના અગ્રણીઓએ માતા સાવિત્રીબાઈ ફૂલેની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવવંદના કરી હતી. આ કાર્યક્રમ દ્વારા સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા અને સાવિત્રીબાઈ ફૂલેના વિચારોને નવી પેઢી સુધી પહોંચાડવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

